યુરોપ, અમેરિકા તથા બીજા કેટલાક આધુનિક દેશોના ટુરિસ્ટ વિઝા અરજી રદ થવાનું પ્રમાણ ઘણું ઉંચું હોય છે. ઘણા લોકો વારંવાર ટુરિસ્ટ વિઝા માટે અરજી કરતા હોય છે અને છતાં તેમની અરજી ફગાવી દેવામાં આવે છે. વિઝા રિજેક્ટ થવા માટે ઘણા કારણો જવાબદાર હોય છે તેમાંથી કેટલાક કારણોની અહીં ચર્ચા કરવામાં આવી છે.

1. અધુરી માહિતી

તમે અરજીમાં અપૂરતી વિગતો ભરો અથવા તમારી ડિટેલમાં સાતત્ય ન હોય ત્યારે અરજી રિજેક્ટ થઈ શકે છે. તમે કોઈ પણ કોલમ ખાલી છોડી હોય અથવા બીજી માહિતીથી વિપરીત હોય ત્યારે તમારો વિઝા રિજેક્ટ થઈ શકે છે.

2. પાસપોર્ટની વેલિડિટી

મોટા ભાગના દેશોનો આગ્રહ હોય છે કે તમારો પાસપોર્ટ ત્રણથી છ મહિના માટે વેલિડ હોવો જોઈએ. તમે કોઈ દેશમાં પ્રવેશ કરવાના હોવ તે તારીખથી જ આ સમય શરૂ થઈ જાય છે. આ ઉપરાંત તમારા પાસપોર્ટમાં બ્લેન્ક પેજ પણ હોવા જોઈએ. કમસે કમ બેથી ચાર કોરા પેજ હોય તે જરૂરી છે જેથી તેના પર સ્ટેમ્પ મારી શકાય.

૩. પૂરતું ભંડોળ ન હોય

ટુરિસ્ટ વિઝા રદ થવાનું એક મુખ્ય કારણ ફંડની અછત હોય છે. કોઈ પણ દેશની મુલાકાત વખતે તમારે પૂરાવા આપવાના હોય છે કે તમે તે દેશમાં તમારો ખર્ચ ઉઠાવવા માટે સક્ષમ છો. તમારી પાસે અપૂરતું ભંડોળ હશે તો તમારી ટુરિસ્ટ વિઝા અરજી નકારી શકાય છે.

4. અગાઉના વિઝા વખતે ઓવરસ્ટે

કોઈ પણ દેશમાં વિઝાની લિમિટ કરતા તમે વધુ સમય માટે રોકાયા હોવ તો તે દેશ તમને ફરીથી વિઝા આપવાનો ઈનકાર કરી શકો છે. ઓવરસ્ટેઇંગના કારણે તમારી વિઝા અરજી રિજેક્ટ થઈ શકે છે.

5. વિઝા ઈન્ટરવ્યૂ

કેટલાક દેશો વિદેશીઓના વિઝા ઈન્ટરવ્યૂ લઈને ત્યાર પછી જ વિઝા અરજી અંગે નિર્ણય કરતા હોય છે. તેથી વિઝા ઈન્ટરવ્યૂ વખતે શાંતિથી અને સ્પષ્ટ રીતે વાત કરો. તમે ફોર્મ પર જે માહિતી આપી હોય તેની સાથે તમારા જવાબ મેચ થવા જોઈએ. ઈન્ટરવ્યૂ વખતે તમે નર્વસ હશો અથવા ખચકાશો તો તમારા ઈરાદા શંકાસ્પદ હોવાનું માનીને વિઝા અરજી રિજેક્ટ કરવામાં આવી શકે છે.

whatsapp