કેનેડા જવા માંગતા વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (SDS) એક મહત્ત્વનો માર્ગ છે જેના માટે તાજેતરમાં IELTS સ્કોરની જરૂરિયાતના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

કેનેડામાં ઈમિગ્રેશનનું કામકાજ સંભાળનાર IRCCએ IELTS (ઈન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ)ની જરૂરિયાતમાં ફેરફારો કર્યા છે જે 10 ઓગસ્ટથી અમલમાં આવશે. IRCC દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા ફેરફારના કારણે હવેથી ઓવરોલ  6 બેન્ડ જરૂરી બનશે. તમામ વ્યક્તિગત સેક્શનમાં ઓછામાં ઓછા 6 બેન્ડ મેળવવાની જરૂર નથી. IELTSના સહ-માલિક IDP એજ્યુકેશન દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.

IELTS એ કેનેડામાં સ્ટડી, માઈગ્રેશન અથવા કામ કરવા માટે સૌથી વધુ લોકપ્રિય ઈંગ્લિશ લેંગ્વેજ પ્રોફિસિયન્સી ટેસ્ટ છે. લગભગ 30 લાખ લોકો દર વર્ષે ટેસ્ટ આપે છે અને વિશ્વભરમાં 11,000થી વધારે એમ્પ્લોયર, યુનિવર્સિટી, સ્કૂલ અને ઇમિગ્રેશન બોડી દ્વારા તેને સ્વીકારવામાં આવે છે. કેનેડામાં પોસ્ટ-સેકન્ડરી ડેઝિગ્નેટેડ સંસ્થાઓમાં અભ્યાસ કરવા માટે અરજી કરનારા સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (એસડીએસ) એ સ્ટડી પરમિટ પ્રોસેસિંગ પ્રોગ્રામ છે.

એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે IELTSની ટેસ્ટ આપનારાઓ માટે હવે કામ સરળ થઈ ગયું છે અને એસડીએસ પ્રોગ્રામ આકર્ષક છે. IELTS પાસે ટેસ્ટ સેન્ટરનું સૌથી મોટું નેટવર્ક છે. તેમાં દેશના 80થી વધુ શહેરોમાં લગભગ 150થી વધારે કેન્દ્રો પર પેપર બેઝ્ડ ટેસ્ટ આપી શકાય છે. દેશમાં 46 જગ્યા પર તે કમ્પ્યુટર ડિલિવરી ટેસ્ટની વયવસ્થા આપે છે. તેના કારણે IELTS ઉમેદવારોને વધુ સરળ પડે છે.

whatsapp