અમેરિકાના વિઝા મળી ગયા પછી પણ તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, નહીં તો તમને અમેરિકાના એરપોર્ટ પરથી જ પાછા મોકલી દેવાશે.

- રિટર્ન ટિકિટ હંમેશા કન્ફર્મ લઈને જાઓ. જે ફ્લાઈટમાં ગયા હોવ તેની જ રિટર્ન ટિકિટ લઈ લો.
- એટલા દિવસનું હોટલ બુકિંગ લઈને જાઓ.
- તમારી પાસે નિયમ મુજબના ડોલર રાખો.
- તમારી જાતને નોન-ઈમિગ્રન્ટ બોલવા માટે તૈયાર રહો.
- તમે ક્યાં ફરવાના છો? કેટલા દિવસ રોકાવાના છો? ક્યાં રોકાવાના છો? એ બધી વિગતોમાં કોઈ ગૂંચવાડો ન હોવો જોઈએ.
- તમારી સાથે માર્ક્સશીટ કે સીવી જેવી વસ્તુઓ ન રાખશો.
- લગેજ પણ શક્ય તેટલો ઓછો જ લઈને જવો. જેથી પૂછપરછ કરનારા ઓફિસરને એવો વિશ્વાસ બેસે કે તમે અમેરિકા ફરવા જ આવ્યા છો અને ત્યાં એન્ટ્રી મળ્યા પછી ગુમ નહીં થઈ જાઓ.

whatsapp