કેનેડાના વિઝિટર વિઝા માટે અરજી કરનારા લોકોની સંખ્યા બહુ મોટી છે અને તેની સામે રિજેક્શનનું પ્રમાણ પણ ઊંચું છે.

કેનેડાના વિઝિટર વિઝા રિજેક્ટ થવાનું પ્રમાણ ઘણું ઉંચું હોય છે. ખાસ કરીને ઘણા ભારતીયોને આ બાબતમાં નિરાશા મળતી હોય છે. પરંતુ તમે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખો તો પહેલી વખતમાં જ વિઝા મંજૂર થશે. વિઝા માટે તમે ઈમિગ્રેશન ઓફિસર પાસે ડાયરેક્ટ નથી જતા પરંતુ ઓનલાઈન એપ્લિકેશન કરો છો. તેથી તમે અરજી કરો ત્યારે જ તેમાં ચોકસાઈ રાખવી જરૂરી છે. તમે ઈમિગ્રેશન ઓફિસરને યોગ્ય માહિતી નહીં આપી હોય અને તેના મનમાં શંકા થશે તો તમારી અરજી ચોક્કસ રિજેક્ટ થઈ જશે. અહીં એવા કેટલાક કારણો આપેલા છે જેના કારણે કેનેડાના વિઝિટર વિઝાની અરજી રિજેક્ટ થતી હોય છે.

1. ભારત સાથે નબળા ફેમિલી સંબંધ

2. કેનેડા સાથે મજબૂત ફેમિલી સંબંધ

૩. તમારી ટ્રાવેલ હિસ્ટ્રી પણ વિઝા રિજેક્ટ થવામાં મોટી ભૂમિકા ભજવે છે.

4. તમે કેનેડા શા માટે જવા માંગો છો તે જાણવામાં પણ વિઝા ઓફિસરને રસ હોય છે. તમારી પાસે કોઈ ચોક્કસ કારણ નહીં હોય તો વિઝા ઓફિસર તમારી અરજી રિજેક્ટ કરી શકે છે.

5. તમારી નાણાકીય સ્થિતિ તમારા વિઝા નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તમારે સાબિત કરવું પડશે કે ભારતમાં તમારી નાણાકીય સ્થિતિ સારી છે અને પર્સનલ મિલ્કતો ધરાવો છો તેથી તમે મુલાકાત પૂરી કરીને ભારત પરત જતા રહેશો. 

6. તમારી પાસે બેન્કમાં પૂરતા રૂપિયા હોવાની સાથે સાથે આ રૂપિયા ક્યાંથી આવ્યા તે પણ જણાવવું પડશે. તમારી આવક સ્થિર છે તે દેખાડવા માટે તમે ક્યાં નોકરી કરો છો, દર મહિને કેટલો પગાર મળે છે તે દેખાડવું પડશે.

7. વિઝિટર વિઝા પર તમે કેનેડામાં વધુમાં વધુ છ મહિના સુધી રોકાઈ શકો છો. કેટલાક લોકો વિઝા અરજીમાં એવું લખે છે કે મારી યોજના 6 મહિના સુધી કેનેડામાં રોકાવાની છે. આ એક મોટી ભૂલ છે. તેના કારણે વિઝા ઓફિસરને તમારા પર શંકા જશે. 

8. તમને કેનેડાથી કોઈએ આમંત્રણ આપ્યું હોય તો તમારે હોસ્ટના જરૂરી ડોક્યુમેન્ટ પણ દર્શાવવા પડશે. તમારા હોસ્ટ તરફથી તમને એક આમંત્રણપત્ર મળ્યું હોવું જરૂરી છે.


whatsapp