કેનેડામાં જોબની ઓફર મળી હોય તો ઉતાવળમાં આગળ વધતા પહેલા કેટલીક બાબતો ચકાસી લેશો. નહીં તો છેતરપિંડીનો ભોગ બનશો.

કેનેડાની સરકારના જણાવ્યા મુજબ, કેનેડા માટે કોઈ જોબ ઓફર મળે તો તેમાં અહીં જણાવેલી બાબતો જોવા મળે તો સમજી લેજો કે તે જોબ ઓફર ફેક હોઈ શકે છે અને તેમાં છેતરપિંડી થવાની સો ટકા શક્યતા રહેલી છે. એટલે તેમાં આગળ વધતા પહેલા પૂરતી તપાસ કરી લેવી જરૂરી છે.

1)

જોબ આપનારી વ્યક્તિ તેના બદલામાં ચાર્જ લેતી હોય.
2)જોબ આપનારી વ્યક્તિ લેબર માર્કેટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ (LMIA), ટ્રેઈનિંગ ટૂલ્સ કે યુનિફોર્મનો ચાર્જ લેતી હોય.
3)જોબ આપનાર થોડા સમયમાં કામ શરૂ થવાનું વચન આપતી હોય.
4)જોબ આપનાર તમને અને તમારા ફેમિલીને પર્મેનન્ટ રેસિડન્સીનું વચન આપતો હોય.
5)કામના બદલામાં અસામાન્ય લાગે તેવા ઊંચા પગારની ઓફર કરાઈ હોય.

6)કામના સ્થળ, શું કામ કરવાનું છે તેની સ્પષ્ટતા ન હોય અને કોઈ અનુભવ માગવામાં આવ્યો ન હોય.

7)જોબ માટે કોઈ ઈન્ટર્વ્યુની જરૂર નથી તેમ કહેવામાં આવે.

whatsapp