અમેરિકામાં કાયમ માટે રહેવા ઈચ્છતા વ્યક્તિને ઈમિગ્રન્ટ વિઝા લેવા પડે છે. અમેરિકાની સિટીઝનશીપ ધરાવતો કે પછી ગ્રીન કાર્ડ હોલ્ડર જો 21 વર્ષથી વધુની ઉંમર ધરાવતો હોય તો તે વિદેશમાં રહેતા પોતાના ફેમિલી મેમ્બરને સ્પોન્સર કરી શકે છે.

ફેમિલી બેઝ્ડ ઈમિગ્રન્ટ વિઝાના મુખ્યત્વે બે પ્રકાર છે, જેમાં પહેલી કેટેગરીમાં ઈમિડિએટ રિલેટિવનો સમાવેશ થાય છે. આ કેટેગરીમાં અમેરિકન સિટીઝન વિદેશમાં રહેતા પોતાના જીવનસાથી, સંતાન કે માતાપિતાને પોતાની સાથે રહેવા માટે બોલાવી શકે છે. આ કેટેગરીમાં વર્ષમાં અમુક જ સંખ્યામાં વિઝા ઈશ્યૂ કરવા તેવો કોઈ નિયમ નથી. મતલબ કે જે પણ વ્યક્તિના ડોક્યુમેન્ટ્સ કરેક્ટ હોય તેને આ વિઝા મળી જતા હોય છે.

ફેમિલી ઈમિગ્રેશનની બીજી કેટેગરીમાં ફેમિલી પ્રેફરન્સનો સમાવેશ થાય છે. જેમાં અમેરિકન ગ્રીન કાર્ડ હોલ્ડર પોતાના ઈમિડિએટ રિલેટિવ સિવાયના લોકોને યુએસમાં બોલાવી શકે છે. જોકે, અમેરિકા આ કેટેગરીમાં દર વર્ષે અમુક નિશ્ચિત સંખ્યામાં જ વિઝા ઈશ્યૂ કરે છે.  સિટીઝન અને ગ્રીન કાર્ડ હોલ્ડર ફેમિલીમાંથી કોને અમેરિકા બોલાવી શકે તેને લગતા પણ અમુક નિયમો છે. અમેરિકાની ઈમિગ્રેશન પોલિસી અનુસાર, યુએસ સિટીઝન પોતાના જીવનસાથી, સંતાન, માતાપિતા તેમજ સગા ભાઈ-બહેનને અમેરિકા બોલાવી શકે છે. જ્યારે ગ્રીન કાર્ડ હોલ્ડર માત્ર જીવનસાથી કે પછી સંતાનને જ અમેરિકા બોલાવી શકે છે, તેમાંય પાછી બીજી એક શરત એ પણ છે કે ગ્રીન કાર્ડ હોલ્ડર માત્ર અનમેરિડ સંતાનને જ સ્પોન્સર કરી શકે છે.



whatsapp