ઉજ્જવળ ભવિષ્યના સપના લઈને હાયર એજ્યુકેશન માટે અમેરિકા જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. યુએસમાં ભારતીય સ્ટુડન્ટ્સની દર વર્ષે નવા રેકોર્ડ બનાવી રહી છે.

ભણતરની સિસ્ટમમાં તફાવત

ભારત અને અમેરિકાની એજ્યુકેશન સિસ્ટમ અલગ છે. ભારતમાં વધુમાં વધુ માર્ક મળે તેના પર ભાર મુકાય છે. તેથી ગોખણપટ્ટીથી કામ ચાલી જાય છે જ્યારે અમેરિકામાં કોન્સેપ્ટ ક્લિયર થવો જરૂરી છે. તેના કારણે જૂની આદતો બદલવામાં સમય લાગે છે. ભારતીયો ટેસ્ટ આપવામાં હોંશિયાર હોય છે પરંતુ અમેરિકન કોલેજો અને યુનિવર્સિટીમાં તમારી રિસર્ચની ક્ષમતા જોવાય છે. તેના કારણે શરૂઆતમાં ભારતીય વિદ્યાર્થીઓને મુશ્કેલી પડશે. ગોખણપટ્ટીના આધારે સારા ગુણ મેળવનારા સ્ટુડન્ટ્સની અમેરિકામાં બરાબરની કસોટી થાય છે. તેમણે વ્યવસ્થિત રીતે કોન્સેપ્ટ સમજાવવા પડે છે. યુએસમાં નિયમો સખત છે અને કોઈના રિસર્ચની માહિતી ચોરીને કોપી-પેસ્ટ કરવાના ગંભીર પરિણામ આવી શકે છે.


નાણાકીય ખર્ચ વધી જાય

અમેરિકા એક ખર્ચાળ દેશ છે. ખાસ કરીને ભારતીયોને USમાં બધી ચીજો અને સર્વિસ મોંઘી લાગી શકે છે. શરૂઆતમાં તમે દરેક ચીજના ભાવને ડોલરના બદલે રૂપિયામાં કન્વર્ટ કરશો અને આંકડો જોઈને ચિંતામાં મુકાઈ જશો. ભારતમાં 10થી 15 રૂપિયામાં બ્રાન્ડેડ આઈસ્ક્રીમ કપ મળી શકે છે. પણ યુએસમાં તેની કિંમત અનેક ગણી હશે. તેથી નાણાકીય બાબતોનો ખ્યાલ રાખો અને શક્ય એટલા રૂપિયા બચાવો. 


કોમ્યુનિકેશનની તકલીફ

ભારતીય સ્ટુડન્ટ જ્યારે અમેરિકા ભણવા જાય ત્યારે તેમને કોમ્યુનિકેશનની સમસ્યા પણ બહુ સતાવે છે. જે લોકો પહેલેથી અંગ્રેજી મિડિયમમાં ભણ્યા હોય તેમને પણ અમેરિકન એક્સેન્ટ ધરાવતી વ્યક્તિ સાથે વાતચીત કરવામાં તકલીફ પડી શકે છે. ભારતના મોટા શહેરોની સ્કૂલમાં એજ્યુકેશન લેનારા યુવાનોને પણ યુએસમાં અંગ્રેજીમાં વાત કરવામાં કે સામેની વ્યક્તિની વાત સમજવામાં તકલીફ પડી શકે છે. તેના કારણે ઘણા સ્ટુડન્ટ ક્લાસરૂમમાં ઓછું બોલે છે અને કોઈ વિષય ન સમજાય તો પણ પ્રશ્નો કરતા નથી. ટીચર્સ સાથે તેમનું કોમ્યુનિકેશન ઓછું હોય છે જેના કારણે ગુંચવણ પેદા થાય છે. બીજું કે અમેરિકનો પર્સનલ સ્પેસને બહુ મહત્ત્વ આપે છે. તમે કોઈ વ્યક્તિની બહુ નજીક જશો તે તેને નહીં ગમે. બધા સાથે એક અંતર રાખીને વાત કરો.

whatsapp