તમે કેનેડાના પરમેનન્ટ રેસિડન્ડ હો તો જ તમે સિટીઝનશીપ માટે એપ્લિકેશન કરી શકો છો.

ઘણા લોકો એવું સમજે છે કે પીઆર અને સિટીઝનશીપ એક જ હોય છે, પરંતુ તેવું નથી. પીઆરનો અર્થ એ છે કે તમે કેનેડામાં ગમે ત્યાં રહી શકો છો, ગમે ત્યાં ઈચ્છો તે જોબ કોઈ મર્યાદા વિના કરી શકો છો. જોકે, પીઆર મળ્યા બાદ તમને કેનેડાનો પાસપોર્ટ નથી મળતો અને તમે વોટ કરવાની સાથે જે રાઈટ્સ સિટીઝનને જ મળતા હોય તેને નથી ભોગવી શકતા. તમને કેનેડાના પીઆર મળે તેના પાંચ વર્ષના ગાળામાં તમારે ઓછામાં ઓછા ત્રણ વર્ષ ત્યાં રહેવું જરૂરી છે. આ ઉપરાંત તમે જે કંઈ આવક મેળવો છો તેના પર તમારે ટેક્સ પણ ભરવો પડશે. આમ તો કેનેડામાં ટેક્સ કપાઈને જ પગાર અપાતો હોય છે, પરંતુ કેટલાક લોકો કેશમાં જોબ કરતા હોય છે. જો આવું કરી તમે ટેક્સ નહીં ભરો તો તમને પીઆર કે પછી સિટીઝનશીપ મળવાનું મુશ્કેલ થઈ જશે.

PRની પ્રોસેસ ઘણી લાંબી છે

તમે એક વાતની નોંધ ચોક્કસ લીધી હશે કે કેનેડાના સ્ટૂડન્ટ વિઝા ફટાફટ મળી જાય છે, જેની સરખામણીએ વર્ક પરમિટ મળવી થોડી મુશ્કેલ હોય છે અને તેનાથી પણ મુશ્કેલ પીઆર મેળવવા હોય છે. પીઆર મેળવ્યા બાદ પણ સિટીઝનશીપ મેળવવા માટે લાંબી પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. તમે વર્ષોથી કેનેડાના પીઆર ધરાવતા હો તો તેનો મતલબ એ નથી કે તમે કેનેડાના સિટીઝન બનવા ઓટોમેટિકલી એલિજિબલ બની જાઓ છો. આ ઉપરાંત તમારૂં પીઆર સ્ટેટસ રિવ્યૂ હેઠળ ના હોય, તમને કેનેડા છોડવાનો આદેશ ના આપવામાં આવ્યો હોય અને મેડિકલ સ્ક્રિનિંગ સહીતની પીઆરની તમામ શરતો તમે પૂરી કરી હોય ત્યારે જ તમે સિટીઝન બનવા માટે અરજી કરી શકો છો.

whatsapp