રોજગારી કે હાયર એજ્યુકેશન માટે કેનેડા જવાનું વિચારતા હોવ તો તમારે એવા પ્રોવિન્સને પસંદ કરવા જોઈએ જ્યાં જોબ મળવાની તક વધારે હોય.

1. ઓન્ટારિયો (Ontario)

કયા સેક્ટરમાં જોબ મળી શકેઃ ઓન્ટારિયો ઈકોનોમિક રીતે મહત્ત્વનું પ્રોવિન્સ છે અને દેશના જીડીપીમાં 39 ટકા હિસ્સો ધરાવે છે. અહીં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઘણી જોબ મળી રહે છે. અહીં લગભગ 50 ટકા કર્મચારીઓ હાઈ-ટેક, ફાઈનાન્શિયલ સર્વિસ સાથે જોડાયેલા છે.

2. બ્રિટિશ કોલંબિયા (British Columbia) 

કયા સેક્ટરમાં જોબ મળી શકેઃ આ પ્રોવિન્સમાં મુખ્યત્વે સર્વિસ સેક્ટરમાં જોબ મળે છે. અહીં એગ્રીકલ્ચર, કન્સ્ટ્રક્શન, ફિલ્મ અને ટીવી, ફિશરીઝ, હાઈ ટેકનોલોજી, મેન્યુફેક્ચરિંગ, માઈનિંગ અને ટુરિઝમ સેક્ટરમાં જોબ મળી શકે છે.

3. ક્યુબેક (Quebec)

કયા સેક્ટરમાં જોબ મળી શકેઃ ક્યુબેકમાં તમને મેન્યુફેક્ચરિંગ, સર્વિસ સેક્ટરમાં જોબ મળી શકે. આ પ્રોવિન્સ રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે પણ જાણીતું છે. અહીં આઈટી, ઈલેક્ટ્રોનિક્સ અને ઓપ્ટિક્સ, લાઈફ સાયન્સ, હેલ્થ ટેક્નોલોજી, ફૂડ અને ન્યુટ્રિશન, વીડિયો ગેમ્સ, ઈન્શ્યોરન્સ, ફાઈનાન્શિયલ સર્વિસિસ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા સેક્ટરમાં પુષ્કળ જોબ મળી શકે છે.

4. અલ્બર્ટા (Alberta)

કયા સેક્ટરમાં જોબ મળી શકેઃ અલ્બર્ટામાં તમને ઓઈલ અને ગેસ સેક્ટરમાં જોબ મળી શકે છે. આ ઉપરાંત કૃષિ, ફોરેસ્ટરી, એજ્યુકેશન, ટુરિઝમ, ફાઈનાન્સ, મેન્યુફેક્ચરિંગ વગેરે ઈન્ડસ્ટ્રીમાં પણ સારી એવી સંખ્યામાં રોજગારી પ્રાપ્ત કરાવે છે. અલ્બર્ટામાં ટેક્સનો દર પણ નીચો છે તેથી મૂડી બચાવવા માંગતા લોકો આ પ્રોવિન્સને વધારે પસંદ કરે છે.


whatsapp