PGWPના ફાયદા

પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ એ એક પ્રકારની ઓપન વર્ક પરમિટ છે, મતલબ કે તમે કેનેડામાં ગમે ત્યાં રહી શકો છો અને ગમે ત્યાં ગમે તેટલા કલાકો સુધી નોકરી કરી શકો છો. તમને કેટલા સમય માટે આ પરમિટ મળે છે તેનો આધાર તમે કેનેડામાં શું ભણ્યા છો તેના પર રહે છે, તેનો સમયગાળો વધુમાં વધુ ત્રણ વર્ષનો હોય છે. કેનેડામાં ભણવાનું પૂરું થયા બાદ 180 દિવસમાં પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ માટે એપ્લાય કરી શકાય છે. તમે ઈચ્છો તો તમારા પતિ કે પત્નીને માટે પણ સ્પાઉઝ ઓપન વર્ક પરમિટ પણ મેળવી શકો છો. જોકે, એક વાત યાદ રાખવી જરૂરી છે કે તમે કેનેડામાં ઓછામાં ઓછા આઠ મહિના ભણ્યા હશો તો જ તમને આ પરમિટ મળશે. કેનેડાની કોઈપણ કોલેજમાંથી ગમે તે સબજેક્ટ ભણી લીધા બાદ પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ મળી જ જાય તે જરૂરી નથી.


PGWPના 5 વર્ષમાં મળી જાય છે PR

કેનેડામાં હાલ આઠ લાખથી પણ વધુ ઈન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સ ભણી રહ્યા છે, જેમાંના મોટાભાગના ભારતીય છે. જેમાંથી મોટાભાગના ભણવાનું પૂરું થયા બાદ પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ માટે એપ્લાય કરશે તેવી શક્યતા છે. તેના દ્વારા કેનેડાના પીઆર મેળવવાનો પણ એક દરવાજો ખૂલી જાય છે. પીઆર માટે કેનેડામાં અમુક ચોક્કસ સમય રહેવાનો તેમજ કામ કરવાનો અનુભવ બતાવવો પડે છે, જે મેળવવામાં પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ મદદરૂપ થાય છે. ખાસ કરીને આ વર્ક પરમિટમાં કામ કરવાનો જે અનુભવ મળે છે તે સ્ટૂડન્ટ્સને સૌથી વધુ ફાયદાકારક રહે છે. કેનેડાની સરકારના જ આંકડા અનુસાર, PGWP મેળવ્યાના પાંચ વર્ષમાં લગભગ 65 ટકા જેટલા સ્ટૂડન્ટ્સને પીઆર મળી જાય છે.



whatsapp