Education in Canada Vs USA: ભારતથી દર વર્ષે 23 લાખ સ્ટુડન્ટ વિદેશ જાય છે. હાયર એજ્યુકેશન માટે ભારતીય સ્ટુડન્ટ્સમાં અમેરિકા અને કેનેડા બંને લોકપ્રિય છે. પરંતુ બંને દેશના કેટલાક ફાયદા અને ગેરફાયદા છે.

કઈ બાબતો ધ્યાનમાં લેવી?

એક્સપર્ટ્સ કહે છે કે વિદેશી યુનિવર્સિટીમાં ભણવા જવું હોય તો સૌથી પહેલા ત્યાં ભણવાનો ખર્ચ, યુનિવર્સિટીના રેન્કિંગ, લોકેશન, ત્યાંના હવામાન અને કેટલી સ્કોલરશિપ મળે છે તેના પર ફોકસ કરો. કોર્સના સિલેક્શનની વાત આવે ત્યારે અમેરિકા વધુ સગવડદાયક છે. અમેરિકામાં જોબ માર્કેટ વિશાળ છે અને નેટવર્કિંગ માટે વધુ તક મળે છે. પરંતુ ત્યાંની એડમિશન પ્રોસેસમાં બહુ કોમ્પિટિશન ચાલે છે. આ ઉપરાંત વિઝા (US Visa) મેળવવા પણ માથાકૂટનું કામ છે. તેની તુલનામાં કેનેડા વધારે એફોર્ડેબલ છે, એજ્યુકેશનનો ખર્ચ નીચો છે અને વિઝા પ્રોસેસ (Canada Visa Process) બહુ સરળ છે. પરંતુ કેનેડામાં એજ્યુકેશન સિસ્ટમ અમેરિકાની જેમ ઉદાર નથી. કેનેડામાં એજ્યુકેશન સિસ્ટમનું સ્ટ્રક્ચર પહેલેથી નિશ્ચિત છે.



whatsapp