સિંગાપોરમાં અભ્યાસ માટે જતા ભારતીય વિદ્યાર્થીઓએ નીચે દર્શાવેલ બાબતોથી દૂર રહેવું

* This blog is in Gujarati language

૧) કોઈપણ ગેરકાયદેસર પ્રવૃતિઓમાં સામેલ થવું નહી. ડ્રગની હેરફેર માટે દેશમાં ડ્રગ્સ ધરાવનારા અને તેનો ઉપયોગ કરનારાઓ માટે મૃત્યુદંડ અથવા કઠોરદંડ છે. 

૨) જાહેર સ્થળોએ કચરો નાંખવો નહી તેમજ થૂંકવું નહીં. કોઇપણ પ્રકારના કચરા માટે અપરાધીઓએ પ્રથમવાર ૧ હજાર ડોલર દંડ અને પુનરાવર્તિત અપરાધીઓ માટે ૨ હજાર ડોલર સુધીનો દંડ તેમજ સાર્વજનિક સ્થળની સફાઇ માટે સુધારાત્મઠ કાર્ય ઓર્ડર નિયત અવધિ માટે કરાય છે,

૩) શોપીંગ સેન્ટરો, રેસ્ટોરાં અને થિયેટરોમાં અથવા બસ, લિફ્ટ વગેરે જેવા સ્થળોએ ધુમ્રપાન કરશો નહી. પ્રથમ અપરાધ પર મહત્તમ ૧ હજાર ડોલરનો દંડ કરવામાં આવે છે,

૪) સામાન્ય નિયમ તરીકે કોઇને પણ સ્પર્શ કરવાનું ટાળો. ખાસ કરીને વિજાતિય વ્યકિતઓને. સિંગાપોરમાં તેને આક્રમકતા અથવા ચેનચાળા તરીકે જોવામાં આવે છે. આંગળી વડે ઇશારો કરવો તેને અસંસ્કારી માનવામાં આવે છે. કોઈપણ વ્યકિત અથવા વસ્તુ તરફ ધ્યાન દોરવા માટે તમારા આખા હાથનો ઉપયોગ હથેળી સાથે કરો.

પ) પરવાનગી વિના કેમ્પસની બહાર કામ કરવાનું ટાળો.

whatsapp