સિંગાપોર જતા વિદ્યાર્થીઓએ નીચે દર્શાવેલી બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે.

* This blog is in Gujarati language

 ૧) તેની આંતરરાષ્ટ્રીય માન્યતાના સંદર્ભમાં યુનિવર્સિટી/સંસ્થા દ્વારા ઓફર કરાયેલ પ્રમાણપત્રો/લાયકાત તપાસો.

 ૨) દરેક યુનિવર્સિટી/સંસ્થા અને અભ્યાસક્રમ માટે પ્રવેશ જરૂરિયાત તપાસો. 

3) ફી માળખું, સમયમર્યાદા, અરજી માટેની આવશ્યકતાઓ (પ્રવેશ પરીક્ષા), ટયુશન ગ્રાન્ટ વગેરે માટે યુનિવર્સિટી/સંસ્થાનીવેબસાઇટ તપાસો. 

૪) જયારે યુનિવર્સિટી/સંસ્થા દ્વારા સ્વીકારવામાં આવે,

-સિંગાપોરમાં પ્રવેશ માટે વિઝા આવશ્યકતાઓ અંગે દિલ્હીમાં સિંગાપોર હાઇકમિશન અથવા મુંબઇ અથવા ચેન્નાઇમાં તેના કોલેટ અથવા તેમની વેબસાઇટ પર તપાસ કરો. 

-જો તમે મીનીસ્ટ્રી ઓફ એજયુકેશન સાથે નોંધાયેલ સંસ્થામાં સિંગાપોરમાં પૂર્ણ સમયનો અભ્યાસ કરવા માંગતા હોય તો તમારે વિદ્યાર્થી પાસ માટે અરજી કરવી પડશે. 

-પાસપોર્ટની માન્યતા ઓછામાં ઓછી છ માસની હોવી જોઇએ.

 -સંસ્થા સાથે રહેઠાણની વ્યવસ્થા તપાસો અને નિયત સમયમર્યાદા પહેલાં તમામ જરૂરી અરજી સબમીટ કરો.

 -આગમન પર વ્યવસ્થા માટે સંસ્થા સાથે તપાસ કરો. મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓ મીટ એન્ડ ગ્રીટ સર્વિસ આપે છે.

- મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સિંગાપોરમાં રહેવા માટે એડજેસ્ટ કરવામાં મદદ માટે ઓરીએન્ટેશન પ્રોગ્રામ ઓઇર કરે છે, 

-પ્રાધાન્યમાં પ્રતિષ્ઠિત ટ્રાવેલ એજન્સી સાથે તમારી મુસાફરીની વ્યવસ્થા પૂર્ણ કરો. 

-વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા નિર્ધારિત કર્યા મુજબ સિંગાપોરમાં તમારી મુસાફરી અને રહેઠાણ માટે રસીકરણની જરુર પડી શકે છે. ખાતી કરો કે તમે જરુરી રસીકરણ મેળવો છો અને તમારા મેડીકલ રિપોર્ટની નકલ ધરાવો છો, 

- તમારા અભ્યાસક્રમની અવધિ દરમ્યાન તબીબી વિમા માટે અરજી કરવાનું વિચારવું યોગ્ય છે, સિંગાપોરમાં ભલામણ કરેલ આરોગ્ય વીમા પ્રદાતા વિશે તમારી સંસ્થા સાથે પૂછપરછ કરો, 

whatsapp